જીવનમંત્રો -
“પ્રભુ! તું છે તો હું છું.”
” પ્રભુ જે થાય, ન થાય એમાં તારી જ ઈચ્છા છે, અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.”
______________________________________________________________
જન્મ
- 13, ઓક્ટોબર- 1943; વેસ્મા ( જી. નવસારી) – શરદ પુનમ
કુટુમ્બ
- માતા – સ્વ. ભાણીબેન; પીતા – સ્વ. માધવભાઈ ગાંડાભાઈ ; મોટાભાઈ – છગનલાલ
- પત્ની- કમુબેન : પુત્રીઓ – નીના; વર્ષા અને વંદના( જોડીયાં બહેનો) ; રૂપા
જ્ઞાતી
- પ્રજાપતી
અભ્યાસ
- 1969 – એમ.બી.બી.એસ – કટક ઓરીસ્સા
- 1977-80 – રેસીડન્સી – ઇન્ટર્નલ મેડીસીન- પીટ્સબર્ગ, અમેરીકા
જીવનઝરમર
- 1954- 1961 – આફ્રીકા નીવાસ
- 1962 – ભવન્સ કોલેજ , મુંબાઈમાં અભ્યાસ
- 1970-73 લુસાકા, ઝામ્બીયામાં ડોક્ટર અને શીક્ષણની નોકરી
- 1973-74 ઈન્ગ્લેંડમાં ડોક્ટર તરીકે નોકરી
- 1975-77 ફરીથી લુસાકા ખાતે નીવાસ
- 1977-80 પીટ્સબર્ગમાં ડોક્ટર
- 1981 – 2006 લોસ એન્જેલસમાં ડોક્ટર તરીકે નોકરી
- લાંબા વીદેશવાસ છતાં વતનની સેવા માટે સદા તત્પર
- વેસ્મામાં ‘પ્રજાપતી ભવન’, બાલમંદીર, બાલભવન, આયુર્વેદીક દવાખાનું, પુસ્તકાલય, રામચંદ્રમંદીરમાં સંતોને રહેવા અને સત્સંગ માટે હોલ, હોસ્પીટલમાં પ્રસુતીવીભાગ વી.ના નીર્માણમાં સક્રીય, નાણાંકીય અને નોંધપાત્ર હીસ્સો
- ગામની બીજી અનેક સંસ્થાઓમાં નાણાંકીય સહકાર
- જ્યાં બાળપણમાં ભણ્યા હતા તે કુમારશાળામાં ઈનામી યોજનાની શરુઆત
- સમગ્ર ગુજરાતની પ્રજાપતી જ્ઞાતીના ઉત્કર્શ માટે સન્નીશ્ઠ પ્રયાસો
- 1989 – હૃદયની બાયપાસ સર્જરી અને તે બાદ કાવ્યો અને ભજનો લખવા શરુ કર્યા. તેમની રચનાઓમાં ભક્તીભાવ અને અંગત વ્યક્તીઓ અને પ્રસંગોને સ્પર્શતી ભાવવીભોરતા પ્રાધાન્ય ધરાવે છે.
- 1992-93 અમેરીકાના કેલીફોર્નીયામાં એન્ટેલપ વેલી ગુજરાતી સમાજમાં અગત્યનો ફાળો
- 2007 – આફ્રીકામાં પણ શીક્ષણ માટે ઈનામી યોજના શરુ કરી
રચનાઓ
- કાવ્ય સંગ્રહ – ત્રીવેણીસંગમ, ભક્તીભાવનાં ઝરણાં
- સંપાદન – શ્રીકૃષ્ણ લીલામૃત ( ભજન સંગ્રહ)